અરવલ્લી જિલ્લાના શામળાજી વિષ્ણુ મંદિર ખાતે માન.ધારાસભ્યશ્રી, પી.સી.બરંડાશ્રીની અધ્યક્ષતા હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ટુરિસ્ટ આઇકોનીક સ્પોટ કાર્યક્રમ યોજાયો હતો.

વિગતે જોઇએ તો, અરવલ્લી જિલ્લાના શામળાજી વિષ્ણુ મંદિર ખાતે માન.ધારાસભ્યશ્રી, પી.સી.બરંડાશ્રીની અધ્યક્ષતા હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ટુરિસ્ટ આઇકોનીક સ્પોટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સફાઈ કામદારોને મહાનુભાવોના વરદ હસ્તે PPE કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સામુહિક શ્રમદાનની સાથે સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરાવવામાં આવ્યો હતો.
.વઘુમાં માન..ધારાસભ્યશ્રી દ્વારા તમામ તાલુકાની ગ્રામ પંચાયતોને સઘન સફાઇના કામો કરવાની સાથે ઘરેથી જ સૂકો અને ભીનો કચરો અલગ વર્ગીકૃત કરાવી ગામ દેખીતી રીતે સ્વચ્છ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો..
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી, નિયામકશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ભિલોડા અને તાલુકાના/ ગ્રામ પંચાયતના તમામ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા




