34-દહેગામ ખાતે વિધાનસભાની ચૂંટણીઓની અસરો જોવા મળી રહી છે. ત્યારે દહેગામમાં વિધાનસભાના ઉમેદવાર માટે જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધ નોંધાવશે.
ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં હવે 34 વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાજા વાગવાના શરૂ થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું દેખાય છે ત્યારે દહેગામ ખાતે ભાજપ અને કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉગ્ર રજૂઆત થવા પામી છે કે અમે વર્ષો જુના પાર્ટી સાથે સંકળાયેલા છે અને વર્ષોથી પાર્ટીનું સંકલન કરીને નાના મોટા કાર્યક્રમોમાં તેમજ ચૂંટણીઓમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી જો આયાતી ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવશે તો અમારો ઉગ્ર વિરોધ રહેશે તેવી રજૂઆત કરતાં જોવા મળ્યા હતા.
જો કે, દહેગામ ખાતે ભાજપ કોંગ્રેસને આમ આદમી પાર્ટીમાં હાલમાં 34-વિધાનસભાના ચૂંટણીના ઉમેદવાર માટે સર્વે પણ ચાલુ થઈ જવા પામ્યું છે તેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુપ્ત સંકલન મીટીંગો પણ શરૂ થઈ જવા પામી છે




