પગાર સરકારી..કમાણી દર્દીઓમાંથી..અને થયો આદેશ-જાવ તમારી સેવાઓ હવે સમાપ્ત..!
પગાર સરકારી..કમાણી દર્દીઓમાંથી..અને થયો આદેશ-જાવ તમારી સેવાઓ હવે સમાપ્ત..!
સાબરકાંઠા એક ગરીબ અને પછાત જિલ્લો છે. આરોગ્યની સેવાઓ ડોક્ટરો અને સ્ટાફ પર આધારીત છે. જો કે કોઇ આરોગ્યકર્મી નિયમ વિરૂધ્ધ વર્તે તો તેની સામે પગલા લેવાય છે અને લેવાવા જોઇએ. પણ પછી તેના સ્થાને જલ્દીથી કોઇ બીજા ડોક્ટરની ભરતી કે નિમણંક થતી નથી. આ અંગે તંત્રએ વિચારવુ જોઇએ.
વિગતે જોઇએ તો, તલોદની રેફરલ હોસ્પિટલના ડોક્ટરની સેવા તાત્કાલિક સમાપ્ત કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. જેમાં ડો.મેહુલ દરજીની સેવા સમાપ્ત કરવાનો આદેશ અપાયો છે. કરાર આધારિત ફરજ બજાવતા આ ગાયનેકોલોજિસ્ટની સેવા સમાપ્ત કરવા આદેશ અપાયો છે.,
રાજ્યના આરોગ્ય વિભાગે આ આદેશ એટલે ફરમાવ્યો છે કેમ કે આ ડોક્ટર રેફરલ હોસ્પિટલના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો આગ્રહ રાખતો હતો. આ અંગે ડોક્ટરની ફરિયાદ આરોગ્ય વિભાગમાં થતા પ્રાથમિક તપાસ બાદઆ નિર્ણય લેવાયો હતો.




