ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ આંદોલનો ચાલી રહ્યાં છે જેમાં હવે ગામડાઓમાં પણ આંદોલનની હવા ફેલાઇ હોય તેમ અરવલ્લીના માલપુરના સતારડામાં ખેડૂતોના ઉગ્ર દેખાવો યોજાયા હતા. વિગતે જોઇએ તો, સતારડા ગામે પશુપાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
છેલ્લાં 40 વર્ષથી કાર્યરત સાબરકાંઠા બેન્ક એકાએક બંધ કરાતા પશુપાલકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. સતારડા ડેરી આગળ મોટી સંખ્યામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવીને આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી.
ખેડૂતોએ સતારડા ગામમાં તમામ રાજકીય પાર્ટીના નેતાને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાતરડા શાખા 2000 કરતા વધુ ગ્રાહકો ધરાવતી 40 વર્ષ જૂની સાબરકાંઠા બેન્કની શાખા છે.




