મંથર ગતિએ ચાલતા હાઇવે નિર્માણના કામની ફરિયાદો દિલ્હી પહોંચી, તપાસ માટે ટીમ આવી..
મંથર ગતિએ ચાલતા હાઇવે નિર્માણના કામની ફરિયાદો દિલ્હી પહોંચી, તપાસ માટે ટીમ આવી..
સાબરકાંઠામાંથી પસાર થતાં દિલ્હી સુધીના નેશનલ હાઇવે પર પડેલા ખાડા ટેકરા અને બિસ્માર હાલતની ફરીયાદ છેક દિલ્હી સુધી પહોંચી હોય તેમ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
વિગતે જોઇએ તો, હિંમતનગરમાં નેશનલ હાઇવે ઓથોરિટીના કેન્દ્રની પાંચ સભ્યોની ટીમ સાથે કરી ભાજપના સાંસદે બેઠક યોજી હતી. જેમાં અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરીને તેમને જાણકારી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, નેશનલ હાઇવેનું કામ છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે. બેઠકમાં ફોર લેન હાઇવે બનાવવામાં હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાનો અને ઝડપી કામ પૂર્ણ કરવા માટે સ્થાનિક સાંસદ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠક સાંસદ સાથે નેશનલ ઓથોરિટીના અધિકારી સાથે નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.




