ઐસા ભી હોતા હૈ-ઓસ્કાર સમારોહમાં એક્ટર કપડા પહેર્યા વગર આવ્યો,,,ઔર ફિર….
ઐસા ભી હોતા હૈ-ઓસ્કાર સમારોહમાં એક્ટર કપડા પહેર્યા વગર આવ્યો,,,ઔર ફિર....
Oscars 2024 માં કુસ્તીબાજ અને હોલિવૂડ એક્ટર જોન સીનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.. અભિનેતા કપડા પહેર્યા વગર એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચી ગયા જેને જોઇને દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા. અભિનેતા જોન સીનાનો આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.
ઇન્ટરનેટ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઓસ્કારમાં જોન સીનાનો અવતાર જોઇને ઓડિયન્સ પણ ચોંકી ઉઠી હતી. આમ વાત કરવામાં આવે તો ઓસ્કાર એકેડેમી એક એવો ફિલ્મ પુરસ્કાર સમારોહ છે જે માત્ર વિજેતાઓને કારણે નહીં, પરંતુ બીજી પણ અનેક વાતને લઇને ચર્ચામાં રહે છે. આમ, થપ્પડ મારવાની વાત હોય કે કોઇ ઇન્સિડેન્ટ હોય. આ સાથે ઓસ્કાર એવોર્ડ્સમાં અનેક અતરંગી વસ્તુઓ લોકોનું ધ્યાન ખેંચે છે.
ઓસ્કાર 2024માં WWE કુસ્તીબાજ અને એક્ટર જોન સીનાએ ન્યૂડ થઇને દરેક લોકોને ચોંકાવી દીધા હતા. ઓસ્કાર એવોર્ડ્સના મંચ પર જોન સીના ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ કપડા વગર નજરે પડ્યા અને હાઇલાઇટ રહ્યા.




