ન્યાયત્રાને આવકારવા સાબરકાંઠા કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો….
ન્યાયત્રાને આવકારવા સાબરકાંઠા કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો....
ભારત જોડો ન્યાયયાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે. જોકે જિલ્લામાં થયેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માગણી સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024 ને લઈ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈ બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી .
અને તે માટે ભાજપના ઉમેદવારને ફાઈટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માગણી કરવામાં આવી હતી.
દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાયયાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બંધબારણે યોજાયેલી કોર કમીટીની મિટિંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારીઓ કાંતિભાઈ ખરાડી, દિનેશભાઇ ગઢવી, કોંગ્રેસ વિધાનસભા પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, રામભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત કોંગ્રેસ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.




