गुजरातराष्ट्रीय

પેઢીનામાની સત્તા બાબતે પરિપત્રને હાઇકોર્ટમાં પડકવારવામાં આવ્યો…..

પેઢીનામાની સત્તા બાબતે પરિપત્રને હાઇકોર્ટમાં પડકવારવામાં આવ્યો.....

જમીન મહેસુલ અધિનિયમની જોગવાઇ વિરૂદ્ધ મહેસુલ વિભાગનાં પરિપત્રથી પેઢીનાંમાં બનાવવા અરજદારોને તકલીફો પડી રહી છે..મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે ૧૪/૦૫/૨૦૧૪ અને ૨૦/૦૯/૨૦૨૨ નાં પરિપત્રથી વતન રહેણાક કે જમીન જ્યાં આવેલ હોય ત્યાં પેઢીનામું બનવાનું કહેતા મૂળ અધિનિયમની જોગવાઈનો છેદ ઉડી જાય છે. આ પ્રકારની દલીલ સાથે હાઇકોર્ટમાં એક રીટ અરજી જાણીતા  એડવોકેટ પ્રશાંતભાઇ ચાવડા મારફતે કરવામાં આવી છે.

આ રીટમાં જણાવ્યાં પ્રમાણે, ગ્રામ્ય લેવલે જમીનમાં તલાટી-કમ-મંત્રી નાં પેઢીનામાં માંગવાથી તલાટીઓ વિલંબ કરતા હોય અરજદારો ને ધક્કા થતાં હોય છે..મૂળ વાત એવી છે કે જમીન મહેસુલ અધિનિયમ માં કરેલ જોગવાઈ મુજબ જમીનની વારસાઈ કરવા બાબતે કાયદામાં પેઢીનામુંની જોગવાઈ નાં હોવા છતાં મહેસુલ વિભાગ દ્વારા પેઢીનામુંની સત્તા ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રી ને આપતા તલાટીઓ સમય લઈ રહ્યા છે..

એમાંય વળી પંચો નાં મળે તો પેઢીનામું બનવાની તકલીફો પડી રહી છે..અરજદાર જો અમદાવાદ નો વતની હોય અને બરોડા માં જમીન ખરીદે તો બરોડા માં એને કોઈ ના ઓળખે અને પંચો સહીઓ કરવા ત્યાર ન થાય. એવું પણ બને છે..

સીટી સરવેમાં મહેસુલ વિભાગનાં એક પરિપત્ર થી અરજદારનું નોટરી રૂબરૂ સોંગનામુ આપવાથી વારસાઈ થઈ જાય છે..જમીન મહેસુલ અધિનિયમની જોગવાઇ ગ્રામ્ય અને શહેરી લેવલે અલગ અલગ છે..

વધુમાં ગ્રામ્ય લેવલેની જમીનનાં ભાવ શહેરી લેવલની જમીનો કરતા ઓછા હોવા છતાં ત્યાં પેઢીનામું માંગવામાં આવી રહ્યું છે અને અરજદારનેં ધક્કા થઈ રહ્યા છે..જ્યારે સિટી સર્વે કચેરીમાં અરજદારની નોટરી રૂબરૂનું સોંગંદનામુ આપવાથી વારસાઈ થઈ રહી છે..

મુંબઈમાં પણ નોટરી રૂબરૂ સોંગદનામુ આપે તો વારસાઈ થઈ જાય..જ્યાંરે વિકસતા ગુજરાતમાં પેઢીનામું માંગવામાં આવે છે….

કાયદામાં ક્યાંય પણ  હયાતિ અને હક્ક કમીમાં પેઢીનામુ માંગવાની જોગવાઈ નાં હોય. છતાં મહેસુલ વિભાગ એ પરિપત્ર કરી પેઢીનામું માંગી રહ્યા છે..

જે બાબતે અમુક તલાટીઓ પર firપોલીસ ફરિયાદ  અને ફરજ મોકૂફનાં બનાવો બન્યા છે..અમુક તલાટીઓને જેલમાં જવું પડ્યું છે….

જે નામદાર કોર્ટમાં પેઢીનામાં બાબતે એક સરખી પધ્ધતિ કરવામાં આવે અને પેઢીનામું વગર વારસાઈ અને વહેચણી થાય એ અરજદાર દ્વારા હાઇકોર્ટના એડવોકેટ પ્રશાંત ચાવડાને રોકીને રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

અને ઉપર જણાવેલ મુદ્દાઓ સાથે આ પરિપત્રને રદ્દ કરવાની  દાદ માંગવામાં આવી છે..

Related Articles

Back to top button