સાબરકાંઠા હૈ કી માનતા નહીં..શેોભનાબેનનો વિરોધ કરવા કાર્યકરો કાર્યાલય પહોંચ્યા..
સાબરકાંઠા હૈ કી માનતા નહીં..શેોભનાબેનનો વિરોધ કરવા કાર્યકરો કાર્યાલય પહોંચ્યા..
સાબરકાંઠાના રાજકારણમાં આવી વિકટ પરિસ્થિતિ અગાઉ નહોતી. રાજકારણના જુના જોગીઓ કહે છે અમે તો આ બધુ પહેલીવાર નિહાળી રહ્યાં છીએ કે ઉમેદવાર બદલાયો છતાં વિરોધ થઇ રહ્યો છે.
દરમ્યાનમાં, સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો ભારે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં કોંગ્રેસના આયાતી શોભના બારૈયાનો વિરોધ યથાવત છે અને તેમના સ્થાને મૂળ ભાજપના સંનિષ્ઠ કાર્યકરને ટિકિટ આપવાની માંગ થઇ રહી છે. અન્ય રીતે કહીએ તો ટિકિટ બદલવાની લઈને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે.
આજની ઘટનામાં જોઇએ તો, પાર્ટીએ હજુ સુધી ઉમેદવાર ના બદલાતા આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. જેમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કરી ભાજપના કાર્યકર્તાઓ શોભના બારૈયાનો વિરોધ કરવા કાર્યાલય ખાતે પહોંચ્યા છે.
ભાજપના કાર્યકરોની માંગણી છે કે, કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાની પત્નીને શોભના બારૈયાને ટિકિટ આપી છે તે યોગ્ય નથી. અને તેથી તની સામે કાર્યકર્તાઓમાં છે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમને કોઇ જિલ્લા પંચાયતની ટિકિટ આપી હોત તો હજુ કાર્યકરો વિરોધ ના કરત. પણ લોકસભાની ટિકિટથી મોટી કોઇ ટિકિટ નથી અને એવી ચૂંટણી માટે આયાતીને ટિકિટ આપવાથી એને વ્યકતિ ગત લાબ મળશે. ભાજપના જુના અને સનિષ્ઠ કાર્યકરોનું શું..?




