गुजरातराष्ट्रीय

સ્માર્ટ વીજ મીટરને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય…જાણો શું કહ્યું….

સ્માર્ટ વીજ મીટરને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય...જાણો શું કહ્યું....

રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે તેના પગલે સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.

ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઈ રહી છે.

વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડુ મોકલાયુ હતું. પાટનગરમા ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં  પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

Related Articles

Back to top button