गुजरातराष्ट्रीय

બિગ ન્યૂઝઃ નવા વર્ષે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો, 400 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા…

બિગ ન્યૂઝઃ નવા વર્ષે મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો, 400 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા...

મોરબીઃ શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તે સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, તે સમયે રેસ્ક્યૂ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી માનવસાંકળ રચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.

Related Articles

Back to top button