દહેગામ તાલુકા શહેરમાં આજે રામાપીરના નોરતાની નોમ હોવાથી ભાવિકભક્તો નેજા ચડાવીને સમગ્ર શહેરમાં તેમજ ગામડાઓના મુખ્ય માર્ગ ઉપર વરઘોડો કાઢીને શાનદાર રીતે ઉજવણી કરી હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ આજે ભાદરવા સુદ નોમના દિવસે રામાપીરના નોરતા પૂર્ણ થાય છે અને આજે તેની ઉજવણીના ભાગરૂપે ભાવિ ભક્તો દ્વારા શહેર અને ગામડાઓમાં આવેલા રામાપીરના મંદિરોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભક્તિમય માહોલમાં રંગાઈને ભક્તો આજના રામાપીરના નોમના નોરતાના પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરે છે.
તાલુકાના હરસોલી હિલોલ ,નાંદોલ , તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ દેગામ શહેરમાં આજે રામાપીરના મંદિરો શણગારીને ભક્તો હાથમાં નેજા સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને ભાવિક ભક્તોમાં રામાપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી સવારથી નિકળેલા વરઘોડામાં ડીજે સાઉન્ડ સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા




