राष्ट्रीय

જોઇ લો, આ કોંગ્રેસીયાઓના કાળા ધંઘા…પૂજારીનો ડિપફેક વિડિયો મૂક્યો…પોલીસ હવાલે…

જોઇ લો, આ કોંગ્રેસીયાઓના કાળા ધંઘા...પૂજારીનો ડિપફેક વિડિયો મૂક્યો...પોલીસ હવાલે...

ગુજરાત કોંગ્રેસના SC-ST સેલમાં કામ કરતા નેતાએ રામમંદિરના પુજારી તરીકે જેનું નામ નક્કી થયું છે તે પુજારીનો ફોટાને મોર્ફ કરી યુવતી સાથે જોડી ફોટો વાયરલ કરવો ભારે પડ્યો છે. રામ મંદિરના પુજારીનો ફેક અશ્લિલ વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર સેલે કોંગ્રેસના નેતાને ઝડપ્યો છે. કોંગ્રેસ નેતાએ મંદિરના પૂજારીનું નામ ખરાબ કરવા સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને રામ મંદિરના પુજારી તરીકે જેની વરણી થઈ છે. તેમનો ફોટો મર્ફ કરી યુવતી સાથે જોડી અશ્લિલ ફોટો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરનારા ગુજરાત કોંગ્રેસના નેતા હિતેષ પિઠડીયાની ધરપકડ થઈ છે.

પોસ્ટ વાયરલ થતાં અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આ ફોટો વાયરલ કરનારને શોધવા તપાસ આદરી જેમાં આ ફોટો હિતેન્દ્ર પીઠડિયાએ બનાવીને વાયરલ કર્યો હતો. પૂજારી જેવા જ ભળતા વ્યક્તિનો ફોટો શોધી તેની સાથે યુવતી મુકી વાયરલ કરનાર હિતેન્દ્ર પિઠડીયા ગુજરાત કોંગ્રેસમાં એસસીએસટી સેલમાં કામ કરે છે. કોંગ્રેસ નેતાએ મંદિરના પૂજારીનું નામ ખરાબ કરવા પોસ્ટ કરી હતી.

Related Articles

Back to top button