બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેન વોસ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને પણ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે સમગ્ર મામલે યુવતીના કાકાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી પરિવારનું ધર્મપરિવર્તન કરાવી રૂ.25 લાખની ખંડણી માગવા મામલે વિધર્મી યુવક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છૅ. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી યુવતી સહીત તેની માતા અને ભાઈનું બ્રેન વોસ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.




