गुजरात

કમલમ્ ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠકમાં વિજયશ્રી ભવઃ…નો મંત્ર અપાયો…

કમલમ્ ખાતે અનુસૂચિત જાતિ મોરચાની બેઠકમાં વિજયશ્રી ભવઃ...નો મંત્ર અપાયો...

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તેમજ આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ગાંધીનગર  પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મહત્વની બેઠક મંગળવારે આયોજિત કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, કચ્છ લોકસભાના સાંસદ અને ગુ.પ્ર મહામંત્રી વિનોદભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા,મોરચાના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર, મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, દેવેનભાઈ વર્મા સહિત પ્રદેશના સૌ પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુસુચિત જાતિ મોરચાને વધુમા વધુ સંગઠીત બનાવવા અને ભારતીય જનતા પાર્ટીની તાકાતને વેગ આપવા અપીલ કરી સપ્ટેમ્બર માસમાં આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસથી સરદાર વલ્લભ ભાઈ પટેલના જન્મ જયંતી નિમિત્તે સેવાકાર્ય કાર્યક્રમોની વિગતો આપવામાં આવી હતી.

નવેમ્બર માસમાં યુવા સંવાદ સાથે અનુસુચિત જાતિના મંદિરો ખાતે સેવકો સાથે સંવાદ અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી, ડો.આબેડકરજીની સંકલ્પ ભૂમિ વડોદરાથી તેમની જન્મભૂમિ મહૂ મધ્યપ્રદેશ સુધીની બાઈક યાત્રા સાથે નમો મિત્ર અભિયાન, સદસ્યતા અભિયાન, વસ્તી સંપકૅ અભિયાન, નવેમ્બર માસમાં ચાર ઝોનમાં એડવોકેટ અને પત્રકાર સંવાદ સંમેલન, જિલ્લા મહાનગરમાં નાગરિક ફરજ રેલી, પંચતિથૅ પૂજન યાત્રા, જાન્યુઆરી માસમાં સાવિત્રીબાઈ ફુલે જન્મ દિવસથી રમાબાઈ આંબેડકર જન્મ દિવસ સુધી ચાર ઝોનમાં નારી સન્માન સંમેલન સાથે લાભાર્થી સંપકૅ અભિયાન સહિતના કાર્યક્રમની રૂપરેખા આપી આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા અનુરોધ કરી સોશિયલ મીડિયાની કાયૅ શાળા ને સંબોધી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય આગેવાનો દ્વારા પણ લોકસભાની ચૂંટણી સહિત આગામી આયોજિત થનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી લોકસભાની ચૂંટણીમાં અનુસુચિત જાતિ મોરચાની કામગીરી અવ્વલ રહે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા તથા મહાનગરના પ્રમુખો,મહામંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રભારીઓ, પ્રદેશ સોશિયલ મીડિયા, પ્રદેશ મિડિયાના નવ નિયુકત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button