राष्ट्रीय

સુરતઃ સફાઇ કામદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી……

દેવેન્દ્ર ચુડાસમાં સાહેબ

સુરત ખાતે અનુસૂચિત જાતિના સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નોને લઈને આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. ત્યારે યુવા આંદોલનકારી દેવેન્દ્ર ચુડાસમા દ્વારા સુરત મહાનગરપાલિકાને ઓપન ચેલેન્જ આપવામાં આવી રહી છે.  અને સાથે-સાથે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી પણ આપી રહ્યાં છે.

ભીમ આર્મી ભાવનગર જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર ચુડાસમા સાહેબના જણાવ્યાં પ્રમાણે, જો આ અંગે તાત્કાલિક ન્યાય નહીં મળે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. એની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે. તેવું સ્પષ્ટ  વીડિયોમાં જોવા મળી રહ્યું છે. તો શું હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવા આવશે કે કેમ ? એમ મનાઇ રહ્યું છે કે, આવનારા સમયની અંદર ઉગ્રમાં ઉગ્રમાં આંદોલન થવાની સંભાવના પણ વધી રહી છે.

Related Articles

Back to top button