અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના પત્નીને કોરોના…ભારત આગમન થશે કે કેમ..?
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના પત્નીને કોરોના...ભારત આગમન થશે કે કેમ..?

નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના નેતાઓ ભારત આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કોવિડ-19 ફાટી નીકળ્યા બાદ હવે પીરોલા વેરિએન્ટ અથવા BA 2.86 નામના નવા પ્રકારે ફરી એકવાર વિશ્વભરના આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. હકીકતમાં, કોરોનાનું આ નવું વેરિઅન્ટ અત્યાર સુધી સામે આવેલા તમામ વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ ડેનમાર્ક, યુકે, સાઉથ આફ્રિકા, ઈઝરાયેલ અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોમાં પિરોલા વાયરસના કેસ જોવા મળ્યા છે.
દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવી છે. પરંતુ તેના પરિણામો નેગેટિવ આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેનનો સોમવારે કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવી હતી. પરંતુ હાલમાં તેમનામાં માત્ર હળવા લક્ષણો જોવા મળ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન 7મી સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના હતા. વ્હાઇટ હાઉસથી મળતી જાણકારી મુજબ જો બાયડન 8મી સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજશે. ત્યારબાદ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G-20 શિખર મંત્રણામાં ઉપસ્થિત રહેશે જ્યાં પ્રમુખ G-૨૦ના અન્ય સભ્યો સાથે વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રયત્નો કરશે જ્યાં સ્વચ્છ ઊર્જા, તરફ વાળવા વિષે વિચારોનું આદાનપ્રદાન થશે, સાથે ઋતુ પરિવર્તનોનો સામનો કઈ રીતે કરવો તેની ઉપર ધ્યાન અપાશે.




