sabarkathaराष्ट्रीय

હિંમતનગરમાં હડીયોલ પુલ પોલીસ ચોકીનું રેંજ આઈ.જી વિરેન્દ્રસિંહ યાદવે લોકાર્પણ કર્યું.

અહેવાલ:જીજ્ઞેશ સોની....

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં હડીયોલ પુલ છાપરીયા વિસ્તારમાં બનાવેલ નવીન પોલીસ ચોકીનું આજે ગાંધીનગર રેંજ આઈ.જી વીરેન્દ્રકુમારએ લોકાર્પણ કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હડીયોલ પુલ છાપરીયા વિસ્તારમાં પોલીસ સ્ટેશન ધ્વારા દાતાઓ ધ્વારા બનાવેલ નવીન સીસીટીવી થી સજ્જ હડીયોલ પુલ પોલીસ ચોકીનું શનિવારે ગાંધીનગર રેંજ આઈ.જી વીરેન્દ્રકુમારે રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા વિજય પટેલ,હિંમતનગર મુખ્ય મથક નાયબ પોલીસ અધીક્ષક પાયલ સોમેશ્વર,સાબરડેરીના પૂર્વ ચેરમેન શામળભાઈ પટેલ,હિંમતનગર માર્કેટયાર્ડ ચેરમેન જેઠાભાઈ પટેલ,સાબરડેરી ડીરેક્ટર વિપુલ પટેલ,પાલિકા સદસ્ય અમૃત પુરોહિત,સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button