sabarkathaराष्ट्रीय

જળાશયો અડધા જ ભરાયા…ઉનાળુ પાક માટે પાણી આપવુ બની શકે મુશ્કેલ…

જળાશયો અડધા જ ભરાયા...ઉનાળુ પાક માટે પાણી આપવુ બની શકે મુશ્કેલ...

સાબરકાંઠા જીલ્લામાં આવેલા જળાશયો ગત વર્ષની સરખામણીએ આ વખતે ઓછા ભરાયા છે. જેને લઈને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવા મુશ્કેલી સર્જાય તેમ છે..

સાબરકાંઠા જીલ્લામાં નાના મોટા થઈને ૬ જેટલા જળાશયો આવેલા છે જેમાં ગોરઠીયા અને જવાનપુરા બેરેજ ૧૦૦ ટકા ભરાયેલા છે તો હરણાવ ડેમ ૮૯ ટકા, ખેડવા ડેમ ૭૨ ટકા, ગુહાઈ ડેમ ૫૨ ટકા હાથમતી ડેમ ૪૮ ટકા ભરાયેલા છે.

આમ તો ગત વર્ષે ગુહાઈ ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયેલો હતો જે આ વખતે ૫૨(બાવન) ટકા જ ભરાયો છે. તો હાથમતી જળાશય જે ૧૦૦ ટકા ભરાઈને ઓવરફ્લો થતો હતો તે આ વખતે માત્ર ૪૮ ટકા જ ભરાયો છે..

અત્રે નોંધનીય છે કે  ડેમના ઉપરવાસમાં આ વખતે ઓછો વરસાદ વરસતા જળાશયમાં પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી. જેથી માત્ર પીવાના પાણી પુરતો જથ્થો હાલ પુરતો છે. પરંતુ ઉનાળુ ખેતી માટે પાણી આપવું મુશ્કેલ બને તેમ મનાય  છે. આમ તો જળાશયના વિસ્તારમાં અને ઉપરવાસમાં ઓછા વરસાદને લઈને આ પ્રકારની વિકટ સ્થિતિનુ નિર્માણ થયુ છે..

Related Articles

Back to top button