વરસાદી વાતાવરણમાં કારમાં આગ લાગતા અફરાતફરી….કોઇ જાનહાનિ નહીં..
વરસાદી વાતાવરણમાં કારમાં આગ લાગતા અફરાતફરી....કોઇ જાનહાનિ નહીં..
સાબરકાંઠા જિલ્લામાં ફરી એક વાર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. અગાઉના બનાવો ઉનાળાની ગરમીમાં બન્યા હતા પણ આ બનાવ વરસાદી વાતાવરણમાં બનતા નવાઇ ભરેલુ લાગી રહ્યું છે.
વિગતે જોઇએ તો, સાબરકાંઠા જિલ્લાના વડાલીના ઘામડી પાસે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. એક તરફ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ અને બીજી તરફ કારમાં આગ લાગી હતી.
વધુ વાત કરીએ તો, વડાલી તાલુકાના ધામડી ગામના મંદિર પાસે અચાનક જ કારમાં આગ લાગી હતી કારમાં અચાનક આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘામડી પાસે આગના પગલે સ્થાનિકો દ્વારા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે પહોંચી પરંતુ એ પહેલાં કાર બળી ને ખાખ થઈ ગઈ હતી. કારમા આગની માહિતી પોલીસને મળતા વડાલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી .જોકે સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ, કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે.




