sabarkathaराष्ट्रीय
શામળાજીઃ ડીજે લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો… 6 ઘાયલ….
શામળાજીઃ ડીજે લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો... 6 ઘાયલ....
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રોજ અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અરવલ્લીમાં બની હતી. અરવલ્લીના શામળાજીમાં ટ્રક નદીમાં ખાબક્યો હતો. ડીજે લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો હતો.
ટ્રક નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 9 ઘાયલોમાંથી 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાવા મળી રહ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તોમાંથી 6 લોકોને ગંભીર ઈજા થતાં હિંમતનગર રિફર કરાયા છે.
બીજી બાજુ, આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.




