Blog

છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ  પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પો.સબ ઇન્સ કે.યુ.ચૌધરી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમા કાર્યરત રહેલ છે..

દરમ્યાનમાં, તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા  ડી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને બસ સ્ટેન્ડ પાસે આવતા સાથેના અ.પો.કો.ધરમવિરસિંહ દિલીપસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે વિજાપુર પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં.૭૧/૨૦૧૮ પ્રોહી ૬પઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના ગુન્હાના કામનો આરોપી નટવરભાઈ સ/ઓ સોમાભાઈ કેવળાભાઈ જાતે સુવેરા રહે,ગંગાનગર ફળો પો.બલીચા તા.નયાગાવ જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વિજાપુર પોલીસ સ્ટેશન સોપવામા આવેલ છે

આ કેસમાં કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં (૧) કે.યુ.ચૌધરી પોલીસ સબ ઇન્સ (૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રૂમાલસિંહ (૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ (૪) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ

(૫) અ.પો.કો.ધરમવીરસિંહ દિલીપસિંહ (૬) અ.પો.કો.હિતેષકુમાર રમણભાઇ  (૭) અ.પો.કો.નિકુલસિંહ મહેન્દ્રસિંહ અને (૮) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button