નશીબના રાજાઃ કારમાં આગ લાગી, કાર આખી ભસ્મ છતાં કારચાલકનો આબાદ બચાવ….
નશીબના રાજાઃ કારમાં આગ લાગી, કાર આખી ભસ્મ છતાં કારચાલકનો આબાદ બચાવ....
ઇડર નેત્રામલી પાસે બનેલી એક ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. આબાદ બચાવ એટલા માટે કે આખી કાર સળગી ગઇ પણ કારચાલકની સમયસુકતાને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
વિગતે જોઇએ તો, ઇડર તાલુકાના નેત્રામલી પાસે આજે શનિવારના રોજ વહેલી સવારે ઇડરથી હિંમતનગર તરફ આવતી alto કારના અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. કારચાલક સમય સૂચકતાથી બહાર નીકળી ગયો હતો.
જો કે કારચાલકને ઈજા થવાથી 108 માં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બીજી તરફ ઇડર ફાયરને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. આ ઘટનાની જાણ એવી છે કે હિંમતનગર તાલુકાના વીરપુર ગામના દીપકકુમાર મોહનભાઈ પ્રજાપતિ પોતાની alto કાર G J 9 બી ડી 1381 લઈને તેમની શિક્ષિકા પત્નીને શનિવારે વહેલી સવારે ઈડર મુકવા ગયા હતા.
ત્યાંથી પરત આવતા નેત્રામલી પેટ્રોલ પંપ પાસે અચાનક લાકડાથી ભરેલા ટ્રેક્ટરે કારને પાછળથી ટક્કર લાગતા કાર આગળ જતા કારમાં એકાએક આગ લાગી ગઈ હતી.અને ભારે અફડાતફડી મચી ગઇ હતી.
આ ઘટનાની જાણ ઈડર ફાયર વિભાગને થતાં સ્થળ પર આવી અને આગને ઓલવી હતી અને તાત્કાલિક 108 ને જાણ કરતાં સ્થળ પર આવી કારચાલકને સામાન્ય ઇજા થતાં સારવાર અર્થે ઈડર ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી સારવાર બાદ સબંધી સાથે દીપકભાઈ વીરપુર પોતાના ઘરે આવ્યા હતા. નોંધનીય છે કે કારમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા રહે છે તેમાં બે મત નથી. અને તેના કારણોની કોઇ તપાસ કંપની દ્વારા થતી નથી. આખી કારનો ભક્કો બોલાઇ જાય એવી હાલત કારની થઇ જાય ત્યારે કારની મજબૂતાઇ અંગે પણ સવાલો થવા જોઇએ.




