sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા 181 હેલ્પલાઇન દ્વારા રંગોળીના માધ્યમથી સંદેશો આપવાનો પ્રયાસ..

સાબરકાંઠા 181 હેલ્પલાઇન દ્વારા રંગોળીના માધ્યમથી સંદેશો આપવાનો પ્રયાસ..

સાબરકાંઠા 181 અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા પોલીસ સ્ટેશનમાં નવા વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશનમાં રંગોળીના માધ્યમથી મહિલા સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો.

181 મહિલા હેલ્પ લાઇન સમાજમાં પિડિત-શોષિત મહિલાઓને મદદ કરવા માટે છે. હેલ્પલાઇન ટીમને જેવો સંદેશો મળે કે તરત જ ટીમ ત્યાં પહોંચી જઇને તમામ પક્ષકારોનું સાંભળીને કાયદાની અંદર રહીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રાયસ કરે છે. જરૂર પડે તો મહિલાના હિતમાં કાયદાનો આશરો પણ લઇને એક પિડિત મહિલા ફરી પોતાના ઘર પરિવારની સાથે રહી શકે તેવા પ્રયાસો કરે છે. કેમ કે એક મહિલા માટે આખરે તો ઘર પરિવાર જ જીવન છે.

અભયમની ટીમે રંગોળીના માધ્યમથી એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે આ હેલ્પલાઇન 24 કલાક 12 મહિના કાર્યરત છે. કોઇ પણ મહિલા તેની મદદ લઇ શકે છે. કોઇ થર્ડ પાર્ટી મેસેજ આપે તો પણ તેનું નામ જાહેર કરવામાં આવતુ નથી. કેમ કે ટીમનો હેતુ પિડિત મહિલાને ન્યાય આપવાનો છે.

Related Articles

Back to top button