
વિગતે જોઇએ તો, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સીસોદરા મેઘાઈ ગામે આવેલ ભાથીજી મંદિર ખાતે તમામ ગ્રામજનો ભેગા મળી પારંપારિક રીતે વાજતે ગાજતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે જેમાં સીસોદરા મેઘાઈ તેમજ આજુબાજુના શ્રત્રિય સમાજ સહીત તમામ લોકો પોતાના ફળીયા વાઈઝ નવા વર્ષ ના દિવસે નાના બાળકો,અબાલ વૃદ્ધો અને મહિલાઓ સહીત પોતાના પરિવાર સાથે પોતાના ઘરેથી ચાલતા હાથમા ધોળી ધજા,નરગા, ઢોલક અને મંજીરા અને ભજન મંડળી સાથે ભાથીજીના મંદિરે આવતા હોઈ છે અને મંદિરે આવી પ્રાચીન અને પૌરાણિક પરંપરા મુજબ ભજન મંડળી પણ કરવામાં આવે છે અને મંદિરના પટાગણમાં જ નવા વર્ષનું હવન કરવામાં આવે .

આવનારું નવું વર્ષ ગ્રામજનો માટે ફળદાયી,યશસ્વી નીવડે અને ગામમાં સુખ અને સમૃદ્ધિ રહે તેવી સૌ લોકો પ્રાર્થના પણ કરતા હોઈ છે મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓ સાથે ઘીનો દીવો શ્રીફળ અને હાથમા ધોળી ધજા પણ લાવતા હોઈ છે ત્યારે તમામ લોકો શ્રીફળ,ઘી અને ધજા લાવતા હોવાથી મોટા પ્રમાણમા ઘી,શ્રીફળનો અને ધજાઓ એકત્ર થતો હોવાથી મંદિર ઉપર ધજા રોહણ કરવામાં આવે છે અને ઘીની સુખડી અને શ્રીફળનો પ્રસાદ શ્રદ્ધાળુંઓને વહેંચવામા આવે છે ત્યારે શ્રદ્ધાંળુંઓ સુખડીનો પ્રસાદ ગ્રહણ કરી એકબીજાને નવા વર્ષની શુભકામનો પાઠવી પરંપારિક રીતે નવા વર્ષની ઉજવણી કરતા હોઈ છે.




