गुजरातराष्ट्रीय

અંબાજીનું પવિત્ર માનસરોવર કુંડ વરસાદી પાણીથી છલકાયો..જય માતાજી…

અંબાજીનું પવિત્ર માનસરોવર કુંડ વરસાદી પાણીથી છલકાયો..જય માતાજી...

ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. જેના પગલે દાંતામાં 2 ઈંચ, અમીરગઢમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. અંબાજીના બજારોમાં ફરી એક વખત પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. એક સપ્તાહમાં આ બીજી વખત વરસાદી પાણી બજારમાં ફરી વળ્યા છે અને નદીની જેમ વેગથી પાણી વહેતું થયું છે. અંબાજી હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો.

અંબાજીના કોલેજ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. કોલેજ પરિસર જાણે કે કોઈ શાંત સરોવર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં જ અંબાજીનું પવિત્ર માનસરોવર છલકાયું છે. આ પવિત્ર માનસરોવર કુંડ 90 ફૂટ જેટલું ઉંડુ છે. જે 6 વર્ષ બાદ વરસાદી પાણીથી ઓવરફ્લો થયું છે. જોકે પૂજારીએ પાણીના વધામણા કર્યા છે. ત્યાં જ પવિત્ર માનસરોવર છલકાતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. બીજી તરફ ડીસા, પાલનપુર, ધાનેરા પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે.

Related Articles

Back to top button