કિસ્સો પરબડાનોઃ જલ એ જીવન છે અને જીવન વેડફાઇ રહ્યું છે….કોના બાપની દિવાળી…?!
કિસ્સો પરબડાનોઃ જલ એ જીવન છે અને જીવન વેડફાઇ રહ્યું છે....કોના બાપની દિવાળી...?!
પરબડા ગ્રુપ ગ્રામ પંચાયત પરબડા ગામમાં ગોચરની જગ્યામાં આવેલ પાણી પુરવઠા બોર્ડની પાણીની ટાંકી. તેમજ સંપ આવેલ છે. જેમાં ગુહાઈ યોજના હેઠળ સંપ ભરવા માટે પાણી આપવામાં આવે છે અને પછી પરબડા ગામમાં ગ્રામજનોને વિતરણ કરવામાં આવે છે.

પરંતુ છેલ્લા ૧ મહિનાથી આપ વિડિઓમાં જોઈ શકો છો તેમ પાણીની લાઇનો તુટી ગયેલ છે અને પાણી કલાકોના કલાકો સુધી વેડફાય છે. ટેક્નોલોજીની ૨૧મી સદી માં પણ સંપ ટાંકી ભરાઈ ગયા પછી પાણી બંધ કરવા માટે કોઇ વાલ્વ સિસ્ટમ નાખેલ નથી.. બસ પાણી વેડફાયા કરવા દેવાનું અને સીધું વાઘા દ્વારા હાથમતી નદીમાં જઈ રહ્યું છે.
આ અંગે વાઇરલ થયેલા એક વિડિયોમાં વધુમાં જણાવાયુ હતું કે, પરબડા ગામ પંચાયત આ સમસ્યાથી વાકેફ છે પરંતુ ત્યાં મોટો ખાડો પંચાયતના ખર્ચે ખોદી પાણી જમા થાય તેવો તઘલખી નિર્ણય તલાટીશ્રી દ્વારા લીધો છે. જે વાઇરલ વિડિયોમાં આપ જોઈ શકો છો. પરંતુ ગુહાઈ યોજનાનું પાણી વધુ વેડફાય છે અને ખળ ખળ ખળ ખળ…..કરતું સીધું નદીમાં જાય છે…….. કોના બાપની દિવાળી….?!

વાઇરલ વિડિયોમાં વિડિયો ઉતારનાર કહી રહ્યો છે કે, જાગૃત નાગરિક તરીકે કલાકો સુધી આટલું બધું પીવાનું પાણી વેડફાતા જોઈ જીવ બળે છે માટે જાહેર હિતમાં આ વિડિઓ વાયરલ કરેલ છે સંલગ્ન વિભાગ તેમજ અધિકારી જોડે આ વિડિઓ પોહચાડશો જેથી આ પાણી નો વેડફાટ અટકી શકે…આભાર …




