sabarkathaराष्ट्रीय

હિંમતનગરના દેધરોટા ગામની સીમમાં ઝેરી કેમિકલ ઠાલવતા ગ્રામજનોમાં ભારે રોષ…! કોણ છે એ દોષિતો..?!

હિંમતનગરના દેધરોટા ગામની સીમમાં ઝેરી કેમિકલ ઠાલવતા ગ્રામજનોમાં ભારે રોષ...! કોણ છે એ દોષિતો..?!

હિંમતનગર તાલુકાના દેધરોટા ગામની સીમમાં આવેલા ગૌચરની જમીનમાં  ઝેરી કેમિકલ ઠાલવી દેતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે….!

વિગતે જોઇએ તો,  10 થી 12 દિવસ પહેલા અજાણ્યા ઈસમો ટેન્કર લઈ આવ્યા હતા અને ગૌચરની જમીનમાં આ ઝેરી કેમિકલ નાખી દીધું હતું,. હાલ આ કેમીકલ ભડકે સળગી રહ્યું છે….!

જો કોઈ અબોલ પશુ આ કેમિકલ પાસે જાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ…?  હાલ તો ગ્રામ પંચાયતે ઘટનાનું પંચનામું કરી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને જાણ કરી છે..આવુ ઝેરી કેમિકલ  બિનસત્તાવાર રીતે ઢાલવીને ગ્રામજનોના જીવનો જોખમમાં મૂકવા બદલ  ટેન્ક અને કંપની સામે ગુન્હાહિત બેદરકારીનો કેસ કરવો જોઇએ, એવી લાગણી જોવા મળી રહી છે.

Related Articles

Back to top button