અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં મોટી દરગાહ પાસે મચ્છી પીઠની બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોરમાં પીવાના પાણીમાં માટી આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. માટીને કારણે છે તે પાણી પીવા લાયક હોતું નથી.
વિગતે જોઇએ તો, આ વિસ્તારના રહીશોને પથરીની બીમારી થાય છે અને પાણીની ચકલીઓ માટીથી જામ થઈ જાય છે. આ બોરમાં કોલમ વધારી પીવાનું પાણી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે.
આ અંગે વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા તાકીદે કામગીરી કરવા દક્ષિણ ઝોનના એડી. સીટી એન્જિનિયરને પણ અહીંના આગેવાન ઝફરભાઈ ગુલામ હેદર બુખારી દ્વારા જાણ કરવામાં આવી છે. આમ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતના પગલે સત્વરે તેનો ઉપાય કરવામાં આવે એવી પણ એક લાગણી જોવા મળી રહી છે.




