સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના ઈ.પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ .ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , મેઘપર ( કું ) માં આવેલ શિવરામનગર માં આવેલ ટ્રાન્સસપોર્ટની ઓફિસ નં -૧ વાળી દિનેશભાઈ રતીલાલ હડિયા ( સોરઠીયા ) રહે.વીડી તા.અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી તીનપતિનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી હતી.
આ રેડમાં મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓમાં : ( ૧ ) દિનેશભાઈ રતીલાલ હડિયા ( સોરઠીયા ) ઉ.વ .૪૫ રહે.વીડી તા.અંજાર ( ર ) પરેશભાઈ કિશોરભાઈ જોષી ઉ.વ .૪૨ રહે.મ.નં -૫૩ , શીવરામનગર અંજાર ( ૩ ) વિવેક ઉર્ફે વીકી વિજયભાઈ મીસાણી ( વાળંદ ) ઉ.વ .૩૪ રહે.મ.ન.બી / ૩૭ નોક્ષતા રેસીડન્સી અંજાર ( ૪ ) ચોથાભાઈ ધનાભાઈ બકુત્રા ( આહિર ) ઉ.વ .૫૮ રહે.આંબાપર તા.અંજાર ( ૫ ) અનિરૂધ્ધસિંહ જેઠુભા જાડેજા ઉ. વ .૪૭ રહે.રામેશ્વરનગર અંજારનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદામાલમાં ( ૧ ) રોકડા રૂપીયા .૧,૮૦,૫૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૦૫ કિ.રૂ .૬૫,૫૦૦ / ( ૩ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૨,૪૬,૦૦૦ /નો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




