राष्ट्रीयઅરવલ્લી

મેઘરજઃ કપિરાજે મહિલાના પગ પર બચકા ભર્યા….36 ચાંકા લેવા પડ્યા….

મેઘરજઃ કપિરાજે મહિલાના પગ પર બચકા ભર્યા....36 ચાંકા લેવા પડ્યા....

મેઘરજ શહેરમાં કપિરાજે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મેઘરજના ઘાંચીવાડા વિસ્તારમાં હુમલાની ઘટના બની હતી. જ્યાં જુમ્મા મસ્જિદ નજીકના વિસ્તારમાં એક મહિલા પોતાના ઘર બહાર બેઠી હતી, એ દરમિયાન જ કપિરાજે આવીને મહિલા પર હુમલો કર્યો હતો. હુમલામાં કપિરાજે મહિલાના પગ પર બચકા ભર્યા હતા.

હુમલાથી ઘાયલ થયેલ મહિલા નૂરજહાં બાકરોલીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે 36 ટાંકા લઈને મહિલાને સારવાર કરી હતી. મહિલાના બંને પગે ઇજાઓ થઈ હોવાને લઈ બંને પગે ટાંકા લઈ સારવાર કરવામાં આવી હતી. આમ વાનરના હુમલાને લઈ મહિલા ઘાયલ થવાની ઘટના સામે આવી હતી.

Related Articles

Back to top button