રસપ્રદઃ ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણ રજૂ કર્યું…..
રસપ્રદઃ ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણ રજૂ કર્યું.....

બજેટ 2024 મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ છે. બજેટ 2024 એ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું સાતમું બજેટ છે. સામાન્ય વ્યક્તિ થી લઇ સરકાર તમામ બજેટ બનાવે છે. જેવી રીતે ઘર ચલાવવા માટે, લગ્ન પ્રસંગ કે કોઇ કાર્યક્રમ માટે બજેટ બનાવવામાં આવે છે.
તેવી જ રીતે દેશ ચલાવવા માટે દર વર્ષે સરકાર બજેટ બનાવે છે. બજેટમાં આવક, ખર્ચ અને ઉધાર આ 3 બાબતનો સમાવેશ થાય છે. ચાલો જાણીયે દેશનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યુ હતું અને બજેટ વિશે રસપ્રદ માહિતી……..
બજેટ વિશે ચર્ચા થતી રહે છે. બજેટમાં સરકાર થી લઇ સામાન્ય વ્યક્તિને લગતી ઘોષણા કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો બજેટ શબ્દ ક્યાથી આવ્યો. બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના લાતિન શબ્દ બુગ્લા માંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાનો થેલો. બુલ્ગા માંથી ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો. ત્યારબાદ અંગ્રેજી શબ્દ બોગેટ અસ્તિત્વમાં આવ્યો. અને છેલ્લે બોગેટ શબ્દમાંથી બજેટ શબ્દની ઉત્પત્તિ થઇ છે. અગાઉ બજેટ ચામડાના બેગમાં જ લાવવામાં આવતુ હતું.
ભારતમાં બજેટનો ઇતિહાસ અંગ્રેજકાળનો છે. આઝાદી પહેલા ભારતમાં પ્રથમ વખત બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ રજુ કરવામાં આવ્યું હતું. તેને જેમ્સ વિલ્સને રજુ કર્યું હતું. જેમ્સ ઇન્ડિયન કાઉન્સિલ (આઝાદી પહેલાં)ના ફાઇનાન્સ મેમ્બર હતા, જેમનું કામ વાઇસરોયને આર્થિક બાબતોમાં સલાહ આપવાનું હતું.
આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેને દેશના પ્રથમ નાણાં મંત્રી આર.કે.શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ત્યારથી સરકાર દર વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. તેમાં નાણાકીય વર્ષ માટે સરકારની આવકના અંદાજો છે અને ખર્ચની દરખાસ્ત છે. વર્ષ 1892માં જન્મેલા શનમુખમ્ શેટ્ટી એક વકીલ, રાજનેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા.
સામાન્ય રીતે ભારતમાં બજેટ નાણામંત્રી રજૂ કરેછે. પરંતુ દેશમાં 3 વખત એવી ઘટના બની છે જ્યારે નાણામંત્રીના બદલે દેશના વડાપ્રધાને બજેટ રજૂ કર્યું છે. ભારનતા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ભારતનું બજેટ રજૂ કરનાર ઉચ્ચ સ્તરના પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 13 ફેબ્રુઆરી, 1958ના રોજ નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી અને બજેટ રજુ કર્યુ હતુ. ઉપરાંત ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એ પણ વડાપ્રધાન પદે બજેટ રજૂ કર્યુ હતું.




