sabarkathaराष्ट्रीय

કાળાબજારિયાઓને બચાવી પીએમ મોદીની છાપને કલંકિત કરતાં નેતાઓને શરમ નહીં આવતી હોય..?

કાળાબજારિયાઓને બચાવી પીએમ મોદીની છાપને કલંકિત કરતાં નેતાઓને શરમ નહીં આવતી હોય..?

એક તરફ ગરીબોને ખાવાનું મળતું નથી. બીજી તરફ સરકારી અનાજના માફિયાઓ કે જેમને ભૂમાફિયાની જેમ ફૂડમાફિયા કહી શકાય તેઓ ગરીબોનો સસ્તા અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાંથી બારોબાર પોતાના બાપનો માલ સમજીને બારોબાર સગેવગે કરી રહ્યાં છે.

વિગતે જોઇએ તો, સરકાર ગરીબો માટેના સસ્તા અનાજની પાઠળ કરોડોનો ખર્ચ કરે છે. માત્ર 2 કે પાંચ રૂપિયે કિલો અનાજ આપીને કેટલાયની આંતરડીઓ ઠારનાર અનાજનો જથ્થો ક્યાં જાય છે..? આ રહ્યો જવાબ….

વિગતે જોઇએ તો,  સાબરકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર ગરીબોને અપાતા સસ્તા અનાજના જથ્થાના  કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગે બાતમીના આધારે એક ટેમ્પોનો પીછો કરતા તે એક ફેક્ટરીમાં પ્રવેશ્યો હતો અને મોટા પ્રમાણમાં સરકારી જથ્થો સસ્તા અનાજના ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો…

સાબરકાંઠા જિલ્લામાં ગરીબોના મોઢાનો કોળિયો  છીનવાઇને જાય છે. હિંમતનગર ખાતે આજે સવારે પુરવઠા વિભાગને બાતની મળી હતી કે, માર્કેટ યાર્ડમાંથી ચોખાનો જથ્થો ઇલોલ પાસેની ફેક્ટરીમાં જઈ રહ્યો છે.. ત્યારે પુરવઠા વિભાગે બાતમીના આધારે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પામાંથી 45 કોથળા સસ્તા અનાજના શંકાસ્પદ ચોખાના ઝડપી પાડ્યા હતા..!

આટલુ જ નહી, ટેમ્પાએ જ્યાં અનાજ ઉતાર્યું હતું તે સન એગ્રો ફુડ્ઝ‌ નામની કંપનીમાંથી ટેમ્પા કરતા વધુ શંકાસ્પદ જથ્થો ચોખાનો ઝડપાયો હતો. જેનો સીધો અર્થ એ થાય કે અગાઉ આ જ સ્થળે સરકારી અનાજનો જથ્થો ઉતર્યો હશે અને સરકારી અનાજના કાળાબજાર માટેનું તે મુખ્ય સેન્ટર પણ હોઇ શકે.

હિંમતનગર – ઇલોલ રોડ પરથી આ અનાજ ઝડપાતા પુરવઠા વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી હતી… અને અનાજનું પંચનામું કરી પુરવઠા ગોડાઉનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા…તેમણે ચોખાના તમામ જથ્થા તપાસ્યા અને‌ તેના સેમ્પલ લીધા હતા…તો બીજી બાજુ ભાજપના કેટલાક હોદ્દેદારોએ અધિકારીઓને ફોન કરી કોઈપણ સંજોગોમાં મામલો રફેદફે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું…

એક તરફ ભાજપના નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી ગરીબોને અનાજનો જથ્થો બરાબર પહોંચે તે માટે તંત્ર પર નજર રાખવા અને ધ્યાન રાખવા કહેતા હોય છે. તો બીજી તરફ કેટૉલાક નેતાઓ શું કાળાબજારિયાઓને બચાવવા માટે થઇને ભાજપની, અને વડાપ્રધાન મોદીની છાપને બગાડી રહ્યાં છે…? આવા તત્વોનો બચાવ કરતાં નેતાઓને શરમ નહીં આવતી હોય..? ..

જિલ્લામાં ગરીબોને અનાજ ન પહોંચતુ ન હોવાની બુમો ઉઠી રહી હતી… ત્યારે આજે જાગૃત નાગરિકોએ બાતમી આપી હતી ત્યારે પુરવઠા વિભાગે કામ કર્યું, નહીંતર આટલા વર્ષોમાં કદી પુરવઠા વિભાગના પેટનું પાણી નથી હલ્યુ.. અત્યારે હવે આ કાળા બજારીયાઓ સામે પુરવઠા વિભાગ શું કામગીરી કરે છે તે જોવું રહ્યુ..

Related Articles

Back to top button