sabarkathaराष्ट्रीय

ગામડી બખેડા કેસમાં 700ના ટોળા સામે ફરિયાદ, 42 ઓળખાયા, થશે ધરપકડ…

ગામડી બખેડા કેસમાં 700ના ટોળા સામે ફરિયાદ, 42 ઓળખાયા, થશે ધરપકડ...

સાબરકાંઠામાં ઉનાળો ભરપૂર હોય તેમ  આખો જિલ્લો ગરમીમાં શેકાઇ રહ્યો છે અને આવી ગરમીમાં  700 જણાં પોલીસ લોકઅપમાં જાય તો નવાઇ નહીં. કેમ કે  જિલ્લાં મથક હિંમતનગરના ગામડી પાસે એક આધેડનું અકસ્માતમાં નિધનના પગલે વાહનોની તોડફોડ અને આગચંપી મામલો બન્યો તે કેસમાં પોલીસે 42 જણાંની સામે નામજદ ગુનો નોંધીને 700 કરતાં વધુના ટોળા સામે ફરિયાદ કરી છે.

નેશનલ હાઇવે પર બનેલી ઘટનાને પગલે  લોકોએ ચક્કા જામ કરીને પોતાનો રોષ વ્યકત કરવા  પોલીસને નિશાન બનાવીને પત્થરમારો કર્યો હતો અને જવાબમાં પોલીસને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ૪૨ જમણાં સામે  નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે તો અન્ય ૭૦૦ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ટોળા સામે રાયોટીંગનો ગુન્હો એટલે કે જાહેરમાં બખેડો કરીને જાહેર સુલેહ શાંમંતિનો ભંગ કરવા બદલનો ગુનો  નોંધાયો છે..

આ અંગે સમગ્ર મામલે આઈજી, એસપી, ડી વાયએસપી સહિત પોલીસ કાફલાએ નિરિક્ષણ. કર્યુ હતુ અને જે લોકો સંડોવાયેલા છે તેમને પોલીસ દ્રારા રાઉન્ડ અપ કરવાની કામગીરી પણ શરૂ કરી કરી દેવામાં આવી છે. આ સંવેદનશીલ કેસની તપાસ.ગાંભોઈ પોલીસને સોંપવામાં આવી છે અને  ગાંભોઇ પોલીસ  વધુ તપાસ હાથ ધરી. છે.

Related Articles

Back to top button