Blog

શું નીચાકોટડા ગ્રામ પંચાયત અનુસૂચિત જાતિ સમાજને ભારતીય નાગરિક નથી માનતી…?!

દેવેન્દ્ર ચુડાસમા

મહુવા તાલુકાના નીચાકોટડા ગ્રામ પંચાયતને હાલ 3 વર્ષ પૂરા થવા આવશે, પણ..? હજી સુધી અનુસૂચિત જાતિ સમાજના સમશાન કે એક પણ વિકાસનું કામ નથી કર્યુ. આ અંગે  અનેકવાર લેખિતમાં રજુઆત કરી છે. અને પંચાયતના એજન્ડામાં કામ લખે છે પણ એમાથી અમૂક કામો કરે છે.

અનુસૂચિ જાતિ સમાજની વાત આવે છે એટલે હાથ ઉચા કરી લેવાય છે. શું નીચા કોટડા ગામના સરપંચ જાતિવાદી માનસિકતા ધરાવે  છે કે શું ? શું અનુસૂચિત જાતિ સમાજને સુવિધાઓ નહીં આપવાની..? વડાપ્રધાન મોદી સફાઇ કામદારોના પગ ધૂએ છે અને અહીં  એક ગ્રામ પંચાયતમાં  દલિત સમાજને ન્યાય માટે શું બંધારણની જોગવાઇ બતાવવી પડશે..?

શું સરપંચ જાતિવાદી માનસિક્તા ધરાવે છે? શું અનુસૂચિત જાતિ સમાજ સાથે તેમને કોઇ અંગત કે જાહેર વાંધો તો નથી ને….? જૉ હવે ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તોમહુવા તાલુકા વિકાસ અધિકારી સાહેબની ઓફીસ સામે ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. અને જીલ્લા વિકાસ અધિકારી ભાવનગર તાલુકા વિકાસ અધિકારી મહુવા વગેરે જગ્યાએ મોખિક રજૂઆત કરી છે છતાં પણ હજી સુધી કોઈ જવાબ આપવાના ન આવ્યો..શું અધિકારીઓ પણ ફરજમાં બેદરકારી રાખી રહ્યાં છે કે પછી જાતિવાદી માનસિરકતાથી પિડાઇ રહ્યં છે? સંબંધિત સત્તાવાળાઓએ ખાસ નોંધ લેવી કે  નીચા કોટડા ગ્રામ પંચાયતની આવી માનસિકતાની સામે અને તંત્રનું ધ્યાન દોરવા માટે  ટૂંક સમયમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા તાલુકા અધ્યક્ષ દેવેન્દ્ર ચુડાસમા ઉપવાસ પર પણ બેસવાના છે. અને તેની તમામ જવાબદારી  જે તે તંત્રની રહેશે…..

Related Articles

Back to top button