sabarkathaराष्ट्रीय

આરોગ્ય તંત્ર તમે સાંભળો છો…? 6 મહિનાથી સીટી સ્કેન મશીન બંધ છે….

આરોગ્ય તંત્ર તમે સાંભળો છો...? 6 મહિનાથી સીટી સ્કેન મશીન બંધ છે....

સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરની મુખ્ય સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની એ જ ફરિયાદ છે કે જે  સરકારી હોસ્પિટલની સામે હોય છે- સીટી સ્કેન બંધ છે….!

હિંમતનગરમાં પણ સીવીલમાં સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે અને બંધ હોય ત્યારે દર્દીઓ ક્યાં જાય..? ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં.યે રિસ્તા ક્યા કહલાતા હૈ…એવુ કાંઇ કહેવાનો ઇરાદો ન હોઇ શકે પણ સત્તાવાળા જાણે જ છે કે આ સુવિધા કેટલી મહત્વની છે અને અગાઉ બંધ હાલતમાં મશીન હતું ત્યારે રજૂઆતો કરીને ચાલુ કરાવવામાં આવ્યું હતું.

તે પાછુ બંધ થઇ ગયું. અને તે પણ છેલ્લા છ માસથી બંધ હાલતમાં છે. અને સીવીલમાં મોટી સંખ્યામાં આવતા દર્દીઓને અન્ય જગ્યાએ જઈને સીટી સ્કેનની તપાસ કરાવવા જવુ પડે છે. બંધ સીટી સ્કેન ચાલુ કરવા વારંવાર રજુઆત કરવા બાદ પણ પરિણામ શૂન્ય આવે તો  ક્યાં સુધી આ સ્થિતિ રહેશે…ક્યાં સુધી સરકારી સિવિલમાં  આવતા લોકો સીવીલની બહાર પૈસા ખર્ચવા માટે બજબુર બનશે.

Related Articles

Back to top button