गुजरातराष्ट्रीय

સૌરાષ્ટ્રમાં આજે બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા…… લોકોમાં ભયનો માહોલ…

સૌરાષ્ટ્રમાં આજે બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા...... લોકોમાં ભયનો માહોલ...

ગુજરાતના સૌરષ્ટ્રમાં બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અંગે જણાવ્યું કે આજે બપોરે 3.18 વાગ્યે સૌરાષ્ટ્રમાં તલાલાથી 12 કિમી ઉતર-ઉતરપૂર્વમાં રિએક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે આ ભૂકંપથી કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી. ભૂકંપના પગલે હાલ લોકોમાં ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2023માં છેલ્લા બે માસથી એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં એક વાર વલસાડમાં, એક વાર રાજકોટમાં અને છ વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીએ ‘એક્સ’ પર પુષ્ટિ કરી હતી કે 8મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે નવ વાગ્યે, 3.9ની તીવ્રતાનો ધરતીકંપ રાજકોટના ઉત્તરપશ્ચિમમાં 133 કિમી દૂર, 20 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.

કચ્છમાં તેના અસામાન્ય પ્રાકૃતિક સ્થાન અને ભૂગોળને કારણે, દર થોડા મહિને ધરતીકંપના આંચકા અનુભવાય છે. આ ઉપરાંત જાન્યુઆરી, 2001માં આવેલ ભૂંકપે કચ્છમાં સર્જેલી તારાજીનાં દૃશ્યો પણ ઘણાને યાદ હશે.

Related Articles

Back to top button