Blog

બે ચોર ઇસમોને ગણતરીના કલાકોમા પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

બે ચોર ઇસમોને ગણતરીના કલાકોમા પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધીકારી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ એસ.જે.પંડયા તથા પો.સબ.ઇન્સ વી.આર.ચૌહાણ તથા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ છે..

દરમ્યાન, તા.૦૮/૧૦/૨૦૨૩ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૩૦૭૮૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૦,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામે ચોરીમા ગયેલ લોખંડના હેમર(હથોડા) નાના મોટા નંગ-૩૪ જેનો કુલ વજન ૧૪૮ કિ.ગ્રા કિ.રૂ.૧૪૮૦૦/-ની મતાની ચોરી થયેલ તે આધારે પો.ઇન્સ એસ.જે.પંડયા તથા પો.સબ.ઇન્સ વી.આર.ચૌહાણ તથા ડી સ્ટાફના અ.હે.કો ક્રુષ્ણસિંહ કાળુસિંહ તથા બીજા સ્ટાફના માણસો સાથે જુદી જુદી ટુકડીઓ પાડી આરોપીની વોચ તપાસમા હતા.

 તે દરમ્યાન અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,ફેકટરીમાથી ચોરી કરેલ મુદ્દામાલ લોખંડના હથોડા મીણીયાની થેલીમા ભરીને બે ઇસમો ધાણધા ફાટક પાસે ઉભા છે જે હકીકત આધારે સદરી બંન્ને ઇસમો મળી આવતા સદરી ઇસમોને પકડી વારફરથી નામ ઠામ પુછતા પોતાનુ નામ (૧) આકાશસિંહ મોતીસિંહ ડાભી (૨) ભુપતસિંહ સરદારસિંહ પરમાર બંન્ને રહે,ધાણધા તા.હિંમતનગર જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવેલ જેઓની પાસેની મીણીયાની થેલીમાથી ચોરાયેલ મુદ્દામાલ નાના મોટા લોખંડના થોડા નંગ-૩૪ મળી આવેલ . જે બાબતે પુછપરછ કરતા ફેક્ટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા જેની કિ.રૂ.૧૪૮૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણતરીના કલાકોમા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

– પકડાયેલ આરોપીમાં (૧) આકાશસિંહ મોતીસિંહ ડાભી (૨) ભુપતસિંહ સરદારસિંહ પરમમાર બંન્ને રહે,ધાણધા તા.હિંમતનગર જી.સાબરકાંઠા

> રીક્વેર કરેલ મુદ્દામાલઃ (૧) લોખંડના હેમર(હથોડા) નાના મોટા નંગ-૩૪ જેનો કુલ વજન ૧૪૮ કિ.ગ્રા કિ.રૂ.૧૪૮૦૦/-

આ કિસ્સામાં સફળ કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓમાં (૧) વી.આર.ચૌહાણ,પો.સબ ઇન્સ.

(૨)અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ (૩)આ.પો.કો. હરપાલસિંહ જસવંતસિંહ અને (૪)અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button