sabarkathaराष्ट्रीय
હિંમતનગર ભાટ સમાજ દ્વારા સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…સાલ મુબારક…
હિંમતનગર ભાટ સમાજ દ્વારા સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ...સાલ મુબારક...
અત્યારના સમયમાં લોકો દિવાળીના પર્વની ઉજવણી કરવા અને દિવાળીની રજાઓ માણવા પોતાની ફેમિલી સાથે બહાર ફરવા જતા હોય છે.

ત્યારે હિંમતનગરના ભાટ સમાજના યુવાઓ એ કઈક અલગ જ રીતે દિવાળીની રજાઓનો સદુપયોગ કર્યો છે અને તેના વખાણ કરવા જોઇએ. તેમને આ રજાઓના સમયમાં સમાજના અલગ અલગ ઉંમરના બાળકો, યુવાનો અને મોટા લોકો માટે રમતોત્સવ યોજ્યો હતો.

આ રમતોત્સવમાં ઘણી બધી રમતોનો સમાવેશ કરીને સમાજના બાળકો અને યુવાનોની ખરી શારિરીક કુશળતાની કસોટી કરી હતી. જેમાં વિજેતાઓને મેડલ, ટ્રોફી અને સમાજ તરફથી પ્રોત્સાહન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.




