સામખિયાળી ખાતે આવેલ અગ્રણી કંપની ગેલન્ટ ઇસ્પાત લિ દ્વારા સામખિયાળીની પ્રાથમિક કુમાર શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં સૌ પ્રથમ દિપ પ્રગટ્ય રાપર સીટનાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને ગામનાં સરપંચ જગદીશ મારાજ અને કંપનીનાં અધિકારી જગમોહનશિંગ દ્વારા કરીને મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 461દર્દીઓ એ લાભ લીધો હતો આ કેમ્પ માં ડોક્ટર જનરલ ફિઝિશિયન ર્ડો મિતેશ ચૌધરી બાળરોગ નિષ્ણાંત ર્ડો સાગર સાલિયા હાડકાનાં નિષ્ણાંત ર્ડો બળવંત ગઢવી અને ર્ડો રોહિત સોમૈયા સ્ત્રીરોગ નિષ્ણાંત ર્ડો શિખા ગલાસર ર્ડો ભરતસિંહ સેડવા મેડિકલ ઓફિસર ઈ એન ટી સર્જન ર્ડો નિખિલ પરવાની અને આંખનાં સર્જન ર્ડો કુલદીપ રોહિત સોની એ સેવા આપી હતી.

આ કેમ્પમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સરપંચ જગદીશ મારાજ જગમોહનશિંગ વિકાસ રાજગોર પ્રશાદ જલાન સુશીલકુમાર ઓઝા, મહેશ શાહ અને ચેનશિંગજ઼ી સંજીવભાઈ જીતેન્દ્રભાઈ અશ્વની મિસરાં કે. પી શિંગ પૂર્વ સરપંચ ચનાભાઈ કાનજીભાઈ બાળા, ભીમા ભાઈ બાળા અબ્દુલભાઈ રાઉમા આમીનભાઈ રાઉમા, મુળજીભાઈ બાળા, ધનસુખભાઈ ઠક્કર હરિભાઈ હેઠવાડિયા તેમજ ગામનાં આગેવાન તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા ને કંપની ની કામગીરીને લોકો એ બિરદાવી હતી.




