અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતે પહોંચ્યા છે. અહીં અંબાજીમાં પીએમ મોદીના રોડ શો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. PMના કાર્યક્રમને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે રોડ શો દરમિયાન પીએમ મોદીએ હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલ્યું છે. દાંતામાં ફુલ વરસાવી PM મોદીના કાફલાનું સ્વાગત કર્યું છે. રસ્તાની બંન્ને તરફ લોકોની ભીડ ઉમટી પડી છે. સાથે જ રોડ શો દરમિયાન ‘મોદી મોદી’ના નારા ગૂંજી ઉઠ્યા હતા.
પીએમ મોદી આજે અંબાજીની મુલાકાતે છે. જ્યાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી.. પીએમ મોદીના આગમનને લઈને મંદિરમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જનસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી માં અંબાના દર્શન કર્યા હતા. જ્યાં કપૂર આરતી, પૂજા અર્ચના કરી હતી.. મંદિરના ભટ્ટજી મહારાજે પૂજા અર્ચના કરાવી હતી. માં અંબાના દર્શન બાદ તેઓએ ગબ્બર આરતીમાં ભાગ લીધો હતો.




