બાળકોને ડામ આપવાનો મામલો હવે પોલીસ મથકમાં..ફરિયાદ નોંધાઇ…
બાળકોને ડામ આપવાનો મામલો હવે પોલીસ મથકમાં..ફરિયાદ નોંધાઇ...
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની ખેરોજની નચિકેતા વિદ્યા સંસ્થા માં ૧૩ બાળકોને ડામ આપ્યા નો બનાવ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે તો પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજની નચિકેત વિદ્યા સંસ્થામા અભ્યાસ કરતા બાળકો પર અત્યાચાર કરવામાં આવ્યા હોવાની અરજી સામે આવી હતી જેમાં ૧૩ જેટલા બાળકોને ડામ આપવાના મામલામાં અરજદારે પોલીસ, કલેક્ટર, ડીપીઓને લેખિત રજુઆત કરી હતી છતા પણ કોઈ પગલા ન લેવાયા હતા.
આમ તો આ સમગ્ર ઘટના ૩ મહિના જુની હોવાની સામે આવ્યુ છે.. જ્યારે બાળક ઘરે આવ્યો તો ત્યારે તેના પાછળના ભાગે ડામ આપેલ નજરે પડતા પિતાએ લેખિત અરજી કરી હતી તો બાળકો મસ્તી કરે કે સમયસર ન સુવે અથવા કોઈ કામ ન કરે એ માટે આ ક્રૃત્ય કર્યુ હોય એવો આક્ષેપ કરાયો છે.
ત્યારબાદ આજે લાંબડીયા આઉટ પોસ્ટ ખાતે બોલાવી ફરિયાદ દર્જ કરવામાં આવી હતી…તો સામે સંચાલકે એવુ નિવેદન આપ્યુ કે બાળકો અંદરો અંદર ઝઘડો કરતા ડામ આપ્યા છે…
પિતાએ સમગ્ર મામલે કલેક્ટર એસ પી અને શિક્ષણ વિભાગ અરજી કરતા સમગ્ર મામલો ઉંચક્યો હતો. તો આ સમગ્ર મામલે ખેરોજ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. આમ તો ૨૧-૧૦-૨૩ના રોજ આ અરજીના અનુસંધાનમાં આજે અરજદારને પોલીસ સ્ટેશને બોલાવી પુછપરછ હાથ ધરવામાં આવી છે તો સંચાલક દ્રારા જ આ પ્રકારના ડામ આપવામાં આપ્યા હોવાનુ સામે આવતા સંચાલક સામે ફરિયાદ નોધવામાં આવી છે અને આ સમગ્ર મામલે આ ખેરોજ પોલીસ દ્રારા તપાસ હાથ ધરી રહી છે.
આમ તો આ સમગ્ર ઘટના બની એ સંસ્થા અમાન્ય ગૂરુકુલ હોવાનુ સામે આવ્યુ છે અને આ છાત્રાલય કે સંસ્થા ચલાવવા મંજુરી પણ નથી અપાઈ એવો વધુ એક ખુલાસો સિક્ષણ વિભાગના પત્રમાં થતુ વધુ એક ઘટફોસ્ટ થયો છે.




