राष्ट्रीय

ટેકો આપનાર પક્ષોને ભાજપની સાફ વાત… બિનજરૂરી માંગણીઓ સામે ભાજપા ઝુકેગા નહીં…

ટેકો આપનાર પક્ષોને ભાજપની સાફ વાત... બિનજરૂરી માંગણીઓ સામે ભાજપા ઝુકેગા નહીં...

લોકસભા ચૂંટણીઓ પૂરી થઇ ગઇ છે અને પરિણામો આવી ગયા છે અને હાલ સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીમાં નીતિશ કુમાર અને નાયડુ કિંગમેકર ફેક્ટર તરીકે ઉભરી આવ્યા હોવાથી બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

ખાસ કરીને જો JDU સરકારમાં સામેલ થાય છે તો તેની તરફથી મોટી શરતો મુકવામાં આવી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે એ વાત સામે આવી છે કે ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધનના ધર્મ હેઠળ જ કામ કરશે. બિનજરૂરી માંગણીઓ સામે ઝુકશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું સામે આવ્યું છે કે ભાજપ JDUની બિનજરૂરી માંગણીઓ સામે ઝૂકશે નહીં. ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધનના ધર્મ હેઠળ જ કામ કરશે. મંત્રાલયોનું વિભાજન હોય કે મંત્રીઓની સંખ્યા, સહકર્મીઓની ચિંતાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. ભાજપ તેના તમામ સહયોગીઓને સાથે લેશે. ભાજપ પણ અપક્ષ સાંસદો અને નાના પક્ષોના સંપર્કમાં છે.

હકીકતમાં, સૂત્રોને ટાંકીને, તે પ્રકાશમાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે મંત્રીપદ માટે એક ફોર્મ્યુલા આગળ કરી છે. નીતીશની ફોર્મ્યુલા મુજબ તેમને દર 4 સાંસદો પાછળ એક મંત્રી પદ મળવું જોઈએ. આ હિસાબે તેમની પાસે 12 સાંસદ છે, તેથી તેમને કેબિનેટમાં 3 મંત્રી પદ મળવા જોઈએ.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ બહુમતી (272) કરતા વધુ (293) બેઠકો મેળવવામાં સફળ રહી છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શકી નથી. તેથી સીટોની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપે સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડે છે. બીજેપી પછી ચંદ્રબાબુ નાયડુની ટીડીપી 16 સીટો સાથે એનડીએમાં બીજા ક્રમે છે. જ્યારે નીતિશ કુમારની JDUએ 12 બેઠકો પર પોતાની જીત નોંધાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે બધાનો સાથ જોઈએ છે. કારણ કે 2014 અને 2019માં  તો બીજેપીની પાસે 272થી વધુ સીટો હતી. જોકે આ વખતે ભાજની ગાડી 240 પર અટકી ગઈ છે. જોકે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને 9 જૂને શપથ લઈ શકે છે.

જોકે ત્રીજી વખત એનડીએની સરકારમાં નરેન્દ્ર મોદીને જે બે પાર્ટીઓની સૌથી વધુ જરૂર છે, તેમાં એક છે તેલુગુ દેશમ પાર્ટીના ચદ્રબાબુ નાયડુ અને બીજા છે નીતીશ કુમારની જેડીયું. આ બંને પાર્ટીઓની પાસે 28 સાંસદ છે અને પાંચ વર્ષ સુધી એનડીએની સરકારને જાળવી રાખવા માટે આ બંનેનો સાથ ખૂબ જ જરૂરી છે.

નીતીશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને એનડીએ સરકારમાં ઘણા મહત્વના પદો જોઈએ છે. નીતીશ કુમારે જ્યાં ચાર સાંસદો પર એક મંત્રીની ફોર્મ્યુલા આપી છે. તો બીજી તરફ ટીડીપીએ રોડ ટ્રાન્સપોર્ટેશન, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા મોટા મંત્રાલય માંગ્યા છે. સાથે જ ટીડીપીની નજર લોકસભા સ્પીકરની ખુરશી પર પણ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ટીડીપી લોકસભા સ્પીકરનું પદ પણ માંગી રહી છે.

આ પહેલા વાજપેયી સરકારમાં પણ ટીડીપીએ લોકસભાનું સ્પીકર પદ જ રાખ્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપીના દિવંગત નેતા જેએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ હતા. હાલ જ્યારે ટીડીપી ફરી એક વખત મહત્વની ભૂમિકામાં આવી છે તો ફરી તેની નજર સ્પીકરની ખુરશી પર છે.

Related Articles

Back to top button