પાલીતાણા તાલુકાના જામવાળી ગામનો યુવાન આવ્યો વતન ફુલહાર અને તિલક કરી ભવ્ય આવકાર અપાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામના મોહિતભાઈ માણંદભાઈ સાગઠીયા ભારતીય સેનામાં ટ્રેનિંગ પુરી કરી વતન જામવાળી પરત આવતા ગામ લોકોએ ભવ્ય સ્વાગત સન્માન સામૈયુ કર્યું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર પાલીતાણા તાલુકાના જામવાળી ગામના મોહિતભાઈ માણંદભાઈ સાગઠીયા નામના યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ હતી.
વતન પ્રેમ ધરાવતા અને સૈનિક તરીકે કારકિર્દી ઘડવાની મક્કમતા ધરાવતા મોહિતભાઈએ સેનામાં તાલીમ સફળાપૂર્વક પૂર્ણ કરી હતી.
સેનામાં તાલીમ પૂરી કરી ને મોહિતભાઈ વતન ખાતે પરત આવતા ગામવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ તથા તેમના પરિવારના સભ્યો દ્વારા ફુલહાર અને તિલક કરી તેમને આવકારવામાં આવ્યા હતા.
તેમનું સામૈયું કરવા જામવાળી ગામના લોકોની સાથે આસપાસના ગામોના લોકો પણ સામેલ થયા હતા.




