
સુરેન્દ્રનગરના મોજે બજાણા ગામની સરકારી જમીન ગૌચર જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ બાબતે હાઈ કોર્ટમાં જાહેર હિત માટે અરજી દાખલ થઈ છે..ત્યારથી બજાણા જમીન કૌભાંડમાં સામેલ જમીન ભૂમાફિયા હાંફળે ફાફળે ચડી ગયા છે.. એમની ઊંઘ હરામ થઈ ગઈ છે..
તેઓ ચારેકોર પોતાની કરતૂતો છુપાવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે .જમીન ભૂમાફિયા તથા જમીન માલિક પાર્ટીના માણસો દ્વ્રારા પૂર્વ તાલુકા પંચાયત બજાણાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જીવાભાઈ રામાભાઈ ભરવાડના ભત્રીજા ખેંગારભાઈ ભરવાડ ભાજપના કાર્યકર્તા છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે “આ જમીન માલિક રૂપિયા વાળી પાર્ટી છે..એ રૂપિયાથી દરેક જગ્યા લડી લેશે.અને રૂપિયાથી બધું પતાવી દેશે પણ કોઈ દિવસ તમારાથી એમનું કૌભાંડ બહાર આવશે નહીં….આવું સ્ટેટમેન્ટ આપતા હવે આ સ્ટેટમેન્ટ ગુજરાત હાઇકોર્ટમાં પુરાવા તરીકે મુકવાની સંબંધિક વકીલ દ્વારા હિલચાલ થઇ રહી હોવાનું જાણવા મળે છે. .




