હિંદી ફિલ્મોમાં જબરદસ્ત રોમાંસથી લઇને લાજવાબ એક્શન જોવા મળે છે. ફિલ્મ ઇમોશનલ પંચલાઇન, દમદાર ગીત અને સંવાદ વગર અધૂરી છે. તેમજ તેના વગર મજા પણ ફિક્કી છે. વર્ષ 2023માં ઘણી એવી દમદાર બોલિવૂડ મુવી રિલીઝ થઇ હતી, જેમાં બહુ સારા ડાયલોગ્સ સાંભળવા મળ્યા હતા. જે પૈકી અમુક તો લોકોના મુખે રમતા થઇ ગયા હતા. વર્ષ 2023ના અત્યાર સુધીના ઉત્તમ ડાયલોગ્સ વિશે…..
પઠાન
જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી ‘પઠાણ’થી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ચાર વર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં કિંગ ખાનનો જબરદસ્ત સ્વેગ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મનો એક ડાયલોગ્સ લોકોના મગજમાં કાયમ માટે યાદ રહી ગયો છે.
પઠાણ ફેમસ ડાયલોગ
“પાર્ટી પઠાન કે ઘર પર રખોગે તો મેહમાન નવાઝી કે લિયે પઠાન તો આયેગા હી ઔર પટાકા પણ લાયેગા.”
તૂ જૂઠી મેં મક્કાર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ થોડા સમય પહેલા જ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી. ત્યારે આ ફિલ્મના એક ડાયલોગે લોકોનું દીલ જીતી લીધું હતું.
તૂ જૂઠી મેં મક્કાર ફેમસ ડાયલોગ
“આજકલ રિશ્તે મેં ઘુસના આસાન હૈ પરંતુ ઇસસે નિકલના મુશ્કિલ…રિશ્તા જોડના આસાન હૈ તો તોડના મુશ્કિલ”
ગદર 2
સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ થકી તેઓ ફરી એકવાર મોટા પડદા પર ચમકી ગયા હતા. આ ફિલ્મમાં એક્ટરની દમદાર એક્ટિંગ સિવાય તેના ડાયલોગે પણ લોકોનું દીલ જીતી લીધું હતું.
ગદર 2 ડાયલોગ
“કિસસે આઝાદી દિલાઓગે તુમ…અગર યહાં કે લોગો કો દોબારા મૌકા મિલે ન હિંદુસ્તાનમાં બસને કા તો આધે સે જ્યાદા પાકિસ્તાન ખાલી હો જાયેગા. કટોરા લેકર ભી ભીખ માંગેગા તો ભીખ નહીં મિલેગી.”
સિર્ફ એક બંદા કાફી હૈ
મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’એ ઓટીટી પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મના સંવાદોએ કમાલ કરી દીધો હતો. મનોજ બાજપેયીના સંવાદ સ્પષ્ટ કર્યું કે સંત કે ભેષ મેં હર રાક્ષસને દંડિત કરને કી જરૂરત હૈ..
સિર્ફ એક બંદા કાફી હૈ- ફેમસ ડાયલોગ
“મેં રાવણ કો માફ કર દેતા, અગર ઉસને રાવણ બન કે સીતા કા અપહરણ કિયા હોતા લેકિન ઉસને સાઘુ કા ભેષ ધારણ કિયા થા, જિસકા પ્રભાવ પૂરે સંસાર કા સાધુત્વ અને સનાતન પર સદિયો તક રહેગા. જિસકી કોઇ માફી નહીં હૈ.”
ભોલા
અજય દેવગણની ફિલ્મ ભોલાને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મના ડાયલોગ્સે પણ લોકો પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. ભોલામાં અજય દેવગણનો એક ડાયલોગ્સ લોકમુખે ચડી ગયો હતો.
લડાઇયાં હૌસલોથી જીતી જાતી હૈ…સંખ્યા, બલ ઔર હથિયારોં સે નહીં!
ટાઇગર 3
દિવાળી 2023ના ખાસ અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઇગર 3ને પણ લોકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં લોકોએ સલમાન ખાન સહિત તેના એક્શનના ખુબ વખાણ કર્યા હતા. સાથે જ ફિલ્મના ડાયલોગ્સના પણ ચર્ચાઓ થઇ હતી.
ટાઇગર 3 ફેમસ ડાયલોગ
“જબ તક ટાઇગર મરા નહીં…તબ તક ટાઇગર હારા નહીં”




