7 દિવસથી વીજ ગુમઃ ખેડબ્રહ્મા યુજીવીસીએલ કચેરી પર ચાર ગામ દ્વારા ઘેરાવો કરાયો…
7 દિવસથી વીજ ગુમઃ ખેડબ્રહ્મા યુજીવીસીએલ કચેરી પર ચાર ગામ દ્વારા ઘેરાવો કરાયો...


ખેડબ્રહ્મા તાલુકાના ગોતા, શ્યામ નગર ,ગોતા કંપા ,ઓટાકંપા, અને સુરતી કંપા ગામમાં સાત દિવસથી લાઈટો ના હોવાથી ગ્રામજનો દ્વારા ગઈકાલે રાત્રે યુ.જી.વી.સી.એલ કચેરીમાં ઘેરાવો કર્યો હતો. જો કે તે વખતે યુજીવીસીએલ કચેરીમાં કોઈ પણ કર્મચારી હાજર ન હોવાથી ગ્રામજનોમાં વધારે આક્રોષ ફેલાયો હતો….વીજ પુરવઠાનો .આવશ્યક સેવામાં સમાવેશ કરાયો હોવા છતાં સરકારી વીજ કચેરીમાં એકપણ કર્મચારી હાજર નહોતા તો ઉપરી અધિકારીઓ શું ધ્યાન રાખે છે….શું તેઓ પણ રજા પર હતા…?
રોષિત ગ્રામજનો દ્વારા જો લાઈટ ચાલુ કરવાનું નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું ઉમેર્યું હતું.ઞામના અગ્રણીઓ તથા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં પાંચ ગામના આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ફોલ્ટ નહીં શોધાય તો આવેદનપત્ર આપીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




