राष्ट्रीय

બોન્ડમામલોઃ ગુજરાતની કંપનીઓએ પણ દિલ ખોલીને આપ્યું દાન…..

બોન્ડમામલોઃ ગુજરાતની કંપનીઓએ પણ દિલ ખોલીને આપ્યું દાન.....

દેશની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગત એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે કરેલા ચૂંટણી બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચને સોંપ્યાહતા, જેના બીજા જ દિવસે સુપ્રીમકોર્ટે તે વિગતો દેશના ચૂંટણી પંચે જાહેર કરી દીધી .

લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ દ્વારા બોન્ડની ખરીદી કરીને રાજકીય પાર્ટીઓને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે, ગુજરાતના આ ટોચના ઉદ્યોગોમાં નામાંકિત ફાર્મા કંપની તેમજ રિયલ એસ્ટેટ ઉપરાંત અન્ય વ્યવસાય ધરાવતા ઉદ્યોગપતિઓના  નામ સામેલ છે. જેમાં મુખ્યત્વે ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકની કંપનીઓનો સમાવેશ થાય છે. તો બીજી તરફ રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ ચૂંટણી બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે ચૂંટણી બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBIએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી.

Related Articles

Back to top button