Blog
સાબરકાંઠામાં ચેક બાઉન્સના કરોડિયા ખેલનો ભાંડાફોડ – ફરાર આરોપી હિમતનગર બી ડિવિઝન પોલીસએ ઝડપી પાડ્યો
સાબરકાંઠામાં ચેક બાઉન્સના કરોડિયા ખેલનો ભાંડાફોડ – ફરાર આરોપી હિમતનગર બી ડિવિઝન પોલીસએ ઝડપી પાડ્યો

હિમતનગર: સાબરકાંઠા જિલ્લામાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ નોંધાયેલા ₹138 લાખના ચેક બાઉન્સ કેસમાં ફરાર આરોપીને હિમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા. 11/02/2026ના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે હિમતનગર ટાવર સર્કલ નજીકથી આરોપી આકાશ ઉર્ફે આકાશ વિનોદકુમાર વ્યાસ (રહે. નવાબજ હવેલી ફળિયા, હિમતનગર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી સામે સી.સી. નં. 3304/2024 મુજબ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ગુનો નોંધાયેલ હતો. પોલીસે વોરંટના આધારે કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજુ કર્યો છે.
જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હિમતનગર બી ડિવિઝન પોલીસની આ કાર્યવાહી સફળ રહી હોવાનું જણાવાયું છે.




