અરવલ્લી જીલ્લામાં મિશન ઇન્દ્રધનુષ 5.0 અંતર્ગત બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ કરી રોગો સામે રક્ષીત કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ ૭ થી ૧૨ ઓગષ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
જેના ભાગરુપે આજથી અરવલ્લી જીલ્લાના વિવિધ નિર્ધારીત સ્થળોએ “૧૧ થી ૧૬ સપ્ટેમ્બર” સુધી ચાલનાર સઘન મિશન ઇન્દ્રધનુષ 5.0 અંતર્ગત બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ કરી તેમને રોગો સામે રક્ષીત કરવામાં આવશે.
આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા ૧૧ રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવી હતી..




